હવે માત્ર રૂા. 99માં સ્માર્ટફોન !
હવે માત્ર રૂા. 99માં સ્માર્ટફોન ! નવી દિલ્હી, તા. 18 : હવે ‘ફ્રીડમ 251’ મોબાઇલ ભૂલી જાવ. હવે બજારમાં ‘નમોટેલ અચ્છે દિન’ નામ સાથે માત્ર 99 રૂપિયામાં દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન આવી રહ્યો હોવાના વાવડ મળી રહ્યા છે.

અહેવાલો અનુસાર બેંગલોર સ્થિત ‘નમોટેલ’ કંપનીએ માત્ર રૂા. 99ની કિંમતમાં સ્માર્ટફોન બનાવ્યો છે, જે દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન હોવાનો દાવો કંપનીએ કર્યો છે.

એન્ડ્રોઇડ 5.1 લોલીપોપથી ચાલતો ચાર ઇંચની ક્રીન ધરાવતો નમોટેલ 1.3 કવાડકોર પ્રોસેસર, 1 જીબી રેમ ધરાવે છે.

ડયુઅલ સીમ સ્માર્ટફોન 4 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ, થ્રીજી કનેકિટવિટી, 2-એમ.પી. રિઅર અને વીજીએ ફ્રન્ટ કેમેરા સાથે 1325 એમએએચની બેટરી ધરાવે છે.