જીતવાની સ્થિતિમાં હતા, પણ હેન્સકોબ અને માર્શને શ્રેય આપવો રહ્યો: કોહલી
જીતવાની સ્થિતિમાં હતા, પણ હેન્સકોબ અને માર્શને શ્રેય આપવો રહ્યો: કોહલી પુજારા-સાહાની ભાગીદારી શ્રેષ્ઠ

રાંચી તા.20: ઓસ્ટ્રેલિયા સામેનો ત્રીજો ટેસ્ટ ડ્રો રહ્યા બાદ ભારતીય સુકાની વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે અમે આ મેચ જીતી શકવાની સ્થિતિમાં હતા, પણ પીટર હેન્સકોબ અને શોન માર્શને શ્રેય આપવો રહ્યો કે તેમણે મેચ ડ્રો કરવામાં સફળતા મેળવી.

કોહલીએ એમ પણ જણાવ્યું કે ચેતેશ્વર પુજારા અને રિધ્ધિમાન સાહા વચ્ચેની સાતમી વિકેટની 199 રનની ભાગીદારી મેં જોયેલી ભાગીદારીઓમાં શ્રેષ્ઠ છે. કોહલીએ કહયું કે ટોસ હાર્યાં પાછી મેચમાં વાપસી કરવી મુશ્કેલ હતી. છતાં અમે કરી બતાવી. પુજારા અને સાહાએ વિશે તેણે એમ કહયું કે જયારે તમે એક જ ફોર્મેટમાં રમતા હો ત્યારે તમારે ઉપયોગિતા સાબિત કરવા વધુ પ્રયાસ કરવા પડે છે. પુજારાની બેટિંગનો કોઇ જવાબ નથી. આ તેની સર્વશ્રેષ્ઠ ઇનિંગ હતી.

રવિન્દ્ર જાડેજાની પ્રશંસામાં સુકાનીએ કહયું કે તે અદ્ભૂત બોલર છે. મેં આટલા લાંબા સમય સુધી આટલી કરકસરયુકત બોલિંગ કરતા અન્ય કોઇ બોલર જોયો નથી. તે તેની સીમા ધ્યાને રાખીને બોલિંગ કરે છે.

નિર્ણાયક ચોથા ટેસ્ટ મેચ પર કોહલીએ કહયું કે અમે જે રીતે રમી રહ્યા છીએ તે જ રીતે ધર્મશાલામાં રમશું. આ માટે કોઇ રણનીતિ નથી. અમે અંતિમ મુકાબલા માટે તૈયાર છીએ.