ગાવસ્કર અને પૂર્વ હોકી ખેલાડીની ભાવવિભોર મુલાકાત
ગાવસ્કર અને પૂર્વ હોકી ખેલાડીની ભાવવિભોર મુલાકાત 

રાંચી, તા.20: ત્રીજા ટેસ્ટ દરમિયાન ક્રિકેટના દિગ્ગજ સુનિલ ગાવસ્કર અને હોકીના જૂના દિગ્ગજ ખેલાડી ગોપાલ ભેંગરાની ખાસ મુલાકાત કોમેન્ટ્રી બોક્સમાં થઈ હતી ત્યારે ગાવસ્કરની અને ગોપાલની આંખો ભરાઇ આવી હતી. ગોપાલ ભેંગરા 1978ના હોકી વર્લ્ડ કપના ભારતના ખેલાડી હતી. ખાસ વાત એ છે કે પાછલાં 17 વર્ષથી આ હોકી ખેલાડીની ગાવસ્કર મદદ કરે છે, પણ ક્યારેય મુલાકાત થઇ ન હતી. ગોપાલ પણ તેના દેવતા સમાન ગાવસ્કરને મળવા આતુર હતા. આથી આ મુલાકાત ભાવવિભોર બની રહી. 1999માં એક મેગેઝિનમાં હોકી ખેલાડી ગોપાલ ભેંગરાની આર્થિક કંગાળ હાલતનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. આ સમાચાર બાદથી ગાવસ્કરે ગોપાલને પ્રતિ માસ પ000 રૂપિયા મોકલવાનું શરૂ કર્યું હતું. જે આજે પણ દર મહિનાની ત્રણ તારીખ પર તેના ખાતામાં જમા થઇ જાય છે. કોમેન્ટ્રી બોક્સમાં ગોપાલ ભેંગરા પહેલા ગવાસ્કરને ભેટી પડયો હતો અને પછી તેને નમન કર્યા હતા. ગાવસ્કરે કહ્યંy કે મારા માટે આ ખાસ ક્ષણ છે કે હું આપના જેવા મહાન ખેલાડીને મળ્યો. આપ મારા મહેમાન છો. આરામથી મેચ જોવો. આ તકે ગોપાલ ભેંગરાએ ગાવસ્કરને એક શાલ આપી હતી તો ગાવસ્કરે ટીમ ઇન્ડિયાની જર્સી આપી.