સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. બે વર્ષ સુધી બીસીસીઆઇમાં મત આપી શકશે નહીં
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. બે વર્ષ સુધી બીસીસીઆઇમાં મત આપી શકશે નહીં રાજકોટ, તા.20: બીસીસીઆઇની વહીવટી કમિટિએ લોઢા કમિટિની મહત્ત્વની ભલામણો લાગુ કરવાની શરૂ કરી દીધી છે. જે અનુસાર એક રાજ્ય એક મતની જે ભલામણ છે તે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ને પણ લાગુ પડી છે. મુંબઈની જેમ સૌરાષ્ટ્રે પણ આ વર્ષે પૂર્ણ સભ્યનો દરજ્જો ગુમાવેલ છે. આ વર્ષે બીસીસીઆઇની બેઠકમાં ગુજરાત ક્રિકેટ એસો. પાસે જ મત્તાધિકારની માન્યતા રહેશે. રોટેશન અનુસાર એ પછીના વર્ષે વડોદરા ક્રિકેટ એસો.નો વારો આવશે અને એ પછી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.નો વારો આવશે. આથી બે વર્ષ સુધી એસસીએ બીસીસીઆઇની બેઠકમાં મત આપી શકશે નહીં.