40 કરોડના ખર્ચે રાજકોટના એરપોર્ટમાં બનશે નવું ટર્મિનલ
40 કરોડના ખર્ચે રાજકોટના  એરપોર્ટમાં બનશે નવું ટર્મિનલ નવું એરપોર્ટ બનતાં હજી વાર લાગે તેમ છે

રાજકોટ, તા. 20 : રાજકોટની ભાગોળે કુવાડવા નજીક હીરાસરમાં નવું ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પણ આ પ્રોજેક્ટ લાંબા સમય સુધી ચાલશે અને નવું એરપોર્ટ બનતાં છ-સાત વર્ષ નીકળી જશે, એ જોતાં રાજકોટના હાલના એરપોર્ટને ડેવલપ કરવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ 40 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કર્યો છે.રાજકોટ નજીક નવા બનનારા એરપોર્ટનો પ્રોજેકટ લાંબા ગાળાનો હોવાથી શહેરના હાલના એરપોર્ટમાં નવું ટર્મીનલ બનાવવાની મંજૂરી મળી ગઈ છે. સાથે સાથે પ્લેનની સલામતી જળવાઈ રહે તે માટે આઈસોલેશન ‘ટુ’ (બે) બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાએ રાજકોટના હાલના એરપોર્ટમાં નવું ટર્મીનલ બનાવવા માટે 40 કરોડનો ખર્ચ મંજૂર કર્યો છે. અત્યારે જે પાર્કિંગ એરિયા છે તે ખસેડીને નવું ટર્મીનલ બનાવાશે. નવું આઈસોલેશન બનવાથી વિમાનને પાર્ક કરવામાં અગવડતા નહીં પડે. અત્યારે એક જ આસોલેશન છે, હવે બીજું નવું આઈસોલેશન પણ બનશે.