ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં દિનેશ કાર્તિકનો સમાવેશ
ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં દિનેશ કાર્તિકનો સમાવેશ નવી દિલ્હી તા.19: વિકેટકીપર-બેટસમેન દિનેશ કાર્તિકની ટીમ ઇન્ડિયામાં ત્રણ વર્ષ બાદ અચાનક જ વાપસી થઇ છે. કાર્તિકનો ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં ઇજાગ્રસ્ત મીડલઓર્ડર બેટસમેન મનીષ પાંડેના સ્થાને સમાવેશ થયો છે. બીસીસીઆઇએ આ જાણકારી જાહેર કરી છે. 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા ભારતીય ટીમનો દિનેશ કાર્તિક હિસ્સો હતો. કાર્તિકે તેનો આખરી વન ડે મેચ 2014માં એશિયા કપમાં અફઘાનિસ્તાન વિરૂધ્ધ રમ્યો હતો. તેને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ જાહેર થઇ ત્યારે સ્ટેન્ડબાયમાં રાખવામાં આવ્યો હતો. સ્ટેન્ડબાયમાં સુરેશ રૈના જેવું મોટું નામ પણ હતું, પણ પસંદગીકારોએ દિનેશ કાર્તિક પર ભરોસો મુકયો છે. મનીષ પાંડેના આઇપીએલ દરમિયાન સ્નાયૂ ખેંચાઇ ગયા છે.

કાર્તિકે આ વર્ષે રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને આઇપીએલમાં ગુજરાત લાયન્સ તરફથી રમીને 14 મેચમાં 36 રનની સરેરાશથી કુલ 361 રન બનાવ્યા હતા. તેની સ્ટ્રાઇક રેટ 140ની રહી હતી.