ભુવનેશ્વર અને તેલુગુ અભિનેત્રી અનુસ્મૃતિ વચ્ચે રોમાન્સની ચર્ચા
ભુવનેશ્વર અને તેલુગુ અભિનેત્રી અનુસ્મૃતિ વચ્ચે રોમાન્સની ચર્ચા મુંબઇ, તા.19 : ક્રિકેટરો અને ફિલ્મી હિરોઇન વચ્ચેના રોમાન્સની ચર્ચા નવી નથી. ભૂતકાળમાં અનેક ક્રિકેટરોના નામ ફિલ્મી અભિનેત્રીઓ સાથે જોડાઇ ચૂકયા છે. આ હવે કડીમાં નવું નામ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારનું જોડાયું છે. રિપોર્ટ અનુસાર ભુવનેશ્વરનું તેલુગુ હીરોઇન અને મોડેલ અનુસ્મૃતિ સરકાર સાથે ચક્કર ચાલી રહ્યું છે. ભુવનેશ્વર આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી રહ્યો છે. હૈદરાબાદમાં લાંબા રોકાણ દરમિયાન ભુવનેશ્વર અને અભિનેત્રી અનુસ્મૃતિની મુલાકાતો થતી રહેતી હતી. ભુવનેશ્વર આજે મુંબઇમાં જ્યારે એક કારમાં મુસાફરી કરી રહ્યો હતો. ત્યારે એ કાર અનુસ્મૃતિ ડ્રાઇવ કરી રહી હતી. ફોટોગ્રાફરોને જોઇને બન્નેએ તેમના ચહેરા છૂપાવવાના પ્રયાસ કર્યાં હતા. અનુસ્મૃતિ બંગાળી ફિલ્મો પણ કરી ચૂકી છે.