રોનાલ્ડોના ધમાકેદાર પ્રદર્શનથી લા લીગામાં રિયાલ મેડ્રિડ ચેમ્પિયન બનવા ભણી
રોનાલ્ડોના ધમાકેદાર પ્રદર્શનથી લા લીગામાં  રિયાલ મેડ્રિડ ચેમ્પિયન બનવા ભણી બાર્સિલોના, તા.19 : સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોના ધમકાદેર પ્રદર્શનથી રિયાલ મેડ્રિડએ સેલ્ટા વિગો પર 4-1 ગોલથી શાનદાર જીત મેળવીને લા લીગા ફૂટબોલ લીગમાં તેનું ટોચનું સ્થાન વધુ મજબૂત કર્યું છે. આથી જિનેદિન જિદાનના કોચપદ હેઠળની રિયાલ મેડ્રિડ ટીમ પાંચ વર્ષમાં પહેલીવાર લા લીગાનો ખિતાબ જીતવાની એકદમ નજીક પહોંચી ગઇ છે. રોનાલ્ડોની ટીમ હાલ 3 પોઇન્ટની સરસાઇથી પહેલા સ્થાન પર છે. રિયાલ મેડ્રિડના હાલ 90 પોઇન્ટ થયા છે અને તેને હવે રવિવારે રમાનાર મેચમાં મલાગા કલબ સામે ફકત 1 પોઇન્ટની જરૂર છે. આથી તે મેસ્સીની ટીમ બાર્સિલોનાથી આગળ રહીને લા લીગના ખિતાબ પર કબજો જમાવી દેશે. રિયાલ મેડ્રિડ છેલ્લે લા લીગામાં 2012માં ચેમ્પિયન બની હતી. ગઇકાલના મેચમાં રિયાલ મેડ્રિડનો સેલ્ટા વિગો પર 4-1થી વિજય થયો હતો. જેમાં રોનાલ્ડોએ બે ગોલ કર્યાં હતા.