શાત્રીની પસંદનો ભરત અરૂણ બોલિંગ કોચ ?
શાત્રીની પસંદનો ભરત અરૂણ બોલિંગ કોચ ? મુંબઇ તા.16: આખરે બીસીસીઆઇ અને સંચાલન સમિતિ (સીઓએ)એ હેડ કોચ રવિ શાત્રીની પસંદગી પર મહોર મારીને ભરત અરૂણને બોલિંગ કોચ બનાવવા માટેની લીલીઝંડી આપી દીધાના રિપોર્ટ છે. બીસીસીઆઇના સૂત્રોમાંથી મળતી જાણકારી અનુસાર પ4 વર્ષીય ભરત અરૂણ શ્રીલંકાના પ્રવાસમાં ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ બનીને તેમનો કાર્યકાળ શરૂ કરશે. બીજી તરફ સીઓએએ કહયું છે કે રાહુલ દ્રવિડ અને ઝહિર ખાનની પણ સેવા લેવામાં આવશે, પણ તે જરૂર મુજબની હશે. તેમની વિદેશ પ્રવાસ વખતે સેવા લેવામાં આવશે.

રિપોર્ટ અનુસાર સંચાલન સમિતિના  સભ્ય ડાયના એડલજી અને બોર્ડના અધિકારીઓ સીકે ખન્ના, અમિતાભ ચૌધરી અને સીઇઓ રાહુલ જોહરી હેડ કોચ તરીકે નિયુકત થયેલા રવિ શાત્રી સાથે મંગળવારે બેઠક કરશે. આ પછી ભરત અરૂણની બોલિંગ કોચ તરીકે સત્તાવાર જાહેરાત થવાની પૂરી સંભાવના છે.  શાત્રી અને અરૂણની દોસ્તી ત્રણ દશકા જૂની છે. ભરત અરૂણ 1979ના શ્રીલંકાના અન્ડર-19 ટીમના પ્રવાસમાં ગયો હતો. ત્યારે એ ટીમનો સુકાની રવિ શાત્રી હતો. ભરત બે ટેસ્ટ અને ચાર વન ડે રમવાનો અનુભવ ધરાવે છે. જો બે બોલિંગ કોચના રૂપમાં તેને વધુ સફળતા મળી છે.