ભારત વિશ્વથી 20 વર્ષ પાછળ : મજાક ઉડાવતો અમેરિકી બાસ્કેટબોલ ખેલાડી
ભારત વિશ્વથી 20 વર્ષ પાછળ : મજાક ઉડાવતો અમેરિકી બાસ્કેટબોલ ખેલાડી નવી દિલ્હી, તા. 12 : અમેરિકાના પ્રખ્યાત બાસ્કેટબોલ ખેલાડી કેવિન ડુરેન્ટ બાસ્કેટ બોલના પ્રમોશન માટે ભારતની મુલાકાતે આવ્યો હતો. ભારતનો પ્રવાસ પૂરો કરીને કેવિને દેશની મજાક કરી હતી અને કહ્યું હતું કે, જ્ઞાન અને પ્રગતિના મામલામાં ભારત વિશ્વથી 20 વર્ષ પાછળ છે. કેવિને કહ્યું હતું કે, ભારતનો પ્રવાસ ખૂબ વિચિત્ર રહ્યો છે. મને અંદાજ નહોતો કે ભારત એવો દેશ છે જ્યાં રસ્તાઓ ઉપર ગાયો અને વાંદરા જોવા મળે છે. લોકો માર્ગની એક બાજુએ ચાલ્યા જાય છે તેમ છતા નિયમોનો ભંગ થતો નથી.