સતત સાત અર્ધ સદીના વિક્રમની બરોબરી કરતો રાહુલ
કેન્ડી, તા. 12 : ભારતીય ઓપનર કે.એલ.રાહુલે આજે અહીં શ્રીલંકા સામેની ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે ઝમકદાર 8પ રન બનાવીને ટેસ્ટ ક્રિકેટમાં પ0થી વધુના સળંગ સાત સ્કોરના વિશ્વવિક્રમની બરોબરી કરી હતી. રાહુલે વધુ એક ફિફ્ટી ફટકારી હતી અને સળંગ સાતમી ફિફ્ટી ફટકારી હતી. તે કમનસીબે વધુ એક વાર સદી ચૂક્યો હતો પણ સાતત્યનો પરચો ફરી બતાવ્યો હતો.  ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમ્યા બાદ ખભાની ઈજાને લીધે લાંબા સમય સુધી ક્રિકેટથી બહાર રહ્યા બાદ રાહુલે શાનદાર વાપસી કરી છે. તેણે પ1(અણનમ), 60,67,પ1,90 અને પ7 બાદ આજે 8પનો સ્કોર કર્યો હતો અને એવર્ટન વીક્સ, શિવનારાયણ ચંદ્રપૈલ,એન્ડી ફ્લાવર,કુમાર સંગકારા અને ક્રિસ રોજર્સની સળંગ સાત પ0થી વધુના જુમલાની બરોબરી કરી હતી અને હવે એમનાથી આગળ વધવા પર લક્ષ્ય રહેશે.