ઓસિ. પત્રકારે કોહલીની તુલના સ્વીપર સાથે કરી
ઓસિ. પત્રકારે કોહલીની તુલના સ્વીપર સાથે કરી ભારત અને પાક.ના ચાહકો રોષે ભરાયા

નવી દિલ્હી તા.13: વન ડે શ્રેણી પૂર્વે ઓસ્ટ્રેલિયા તરફથી મેદાન બહાર સ્લેજિંગ ચાલુ થઇ ગયું છે. આ પહેલા જયારે ટેસ્ટ શ્રેણી રમાઇ હતી ત્યારે ઓસ્ટ્રેલિયાના મીડિયાએ કોહલીને ઘમંડી બતાવ્યો હતો. હવે વન ડે શ્રેણી પૂર્વે ઓસ્ટ્રેલિયાના એક પત્રકારે ભારતીય સુકાની વિરાટ કોહલીની તુલના સફાઇ કર્મી સાથે કરી છે. આથી ભારતના જ નહીં પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો પણ ઉકળી ઉઠયા છે.

ઓસ્ટ્રેલિયાના પત્રકાર ડેનિસે તેના ટિવટર એકાઉન્ટ પર વિરાટ કોહલીની એક જૂની તસવીર શેર કરી છે.

જેમાં કોહલી સફાઇ અભિયાનના ભાગરૂપે એક સ્ટેડિયમમાં ઝાડૂ લઇને સફાઈ કરી રહયો છે તે જોવા મળે છે. આ તસવીર ગયા વર્ષની છે. ઓસિ. પત્રકારે આ તસવીર સાથે લખ્યું છે કે સ્વીપર- વર્લ્ડ ઇલેવન મેચની તૈયારી માટે સ્ટેડિયમ સાફ કરી રહયા છે. વર્લ્ડ ઇલેવનના મેચ પાકિસ્તાનમાં શરૂ થયા છે. આથી ભારત અને પાક. બન્ને દેશના ચાહકો ઓસિ. પત્રકારના આ ટિવટથી રોષે ભરાયા છે.

 

વિરાટ-અનુષ્કા લગ્નના પરિધાનમાં

વિરાટ કોહલી તાજેતરમાં એક એડના શુટીંગમાં લગ્નની શેરવાનીમાં જોવા મળ્યો હતો અને તે પણ અનુષ્કા શર્મા સાથે. વિરાટ અને અનુષ્કાનો આ એડનો ફોટો સોશિયલ મીડિયા પર ભારે વાઇરલ થયો છે. જેને ચાહકો પસંદ કરી રહ્યા છે. અનુષ્કાએ પણ આ એડમાં લગ્નમાં પહેરવામાં આવે તેવો પરિધાન પહેર્યો છે. રિપોર્ટ અનુસાર વિરાટ અને અનુષ્કાએ મંગળવારે ટીવી જાહેરાતનું શુટીંગ કર્યું હતું.