કાંગારુઓને સ્લેજિંગનો જવાબ આકરો આપશુ: શમી
કાંગારુઓને સ્લેજિંગનો જવાબ આકરો આપશુ: શમી નવી દિલ્હી, તા.13: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ વન ડેની શ્રેણીનો પહેલો મેચ રવિવારે ચેન્નાઇના એમ. એ. ચિંદબરમ સ્ટેડિયમ પર રમાશે. આ મુકાબલા પહેલા ટીમ ઇન્ડિયામાં વાપસી કરનાર ઝડપી બોલર મોહમ્મદ શમીએ ઓસ્ટ્રેલિયાની ચેતવણી આપી છે.

શમીએ કહ્યંy છે કે જો કાંગારુ ટીમ સ્લેજિંગ કરશે તો તેમને આકરો જવાબ અપાશે. સ્લેજિંગ રમતનો ભાગ છે, પણ કાંગારુ ખેલાડી મર્યાદા ઓળંગે નહીં. અમે પણ ક્યારેક સ્લેજિંગ કરીએ છીએ, પણ ખરાબ ભાષાનો ઉપયોગ કરતા નથી. સેટ બેટસમેનને આઉટ કરવા અથવા તો ભાગીદારી તોડવા સ્લેજિંગ થતું હોય છે. અમે ઓસ્ટ્રેલિયાનો સ્લેજિંગનો સામનો કરવા તૈયાર છીએ. સામો જવાબ પણ આપશું. શમીએ એમ પણ કહ્યંy કે તેણે શ્રીલંકા વિરુદ્ધની ટેસ્ટ શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં પણ મારું આ ફોર્મ જળવાઇ રહેશે.