લગ્નના બે દી’ પહેલા સ્ટોકસને વધુ એક ફટકો
લંડન, તા.12: ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોકસ 14 ઓકટોબરે લગ્ન કરી રહ્યો છે. આ પહેલા તેને વધુ એક ફટકો પડયો છે. મારપીટના મામલે એશિઝ સિરીઝની બહાર થઇ જનાર ઇંગ્લેન્ડના આ સ્ટાર ઓલરાઉન્ડર સાથે કિટ નિર્માતા કંપની ન્યૂ બૈલેંસે કરાર ખતમ કરી દીધો છે. સ્ટોકસનો આ કંપની સાથે બે લાખ ડોલરનો કરાર હતો. બેન સ્ટોકસ શનિવારે તેની લીવ ઇન પાર્ટનર ક્લેયર રેટક્લિફ સાથે લગ્નના બંધને બંધાઇ રહ્યો છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે સ્ટોકસ સામેની પોલીસ તપાસ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી તે એશિઝમાં ટીમ સાથે જોડાઇ શકશે નહીં. આથી મંગળવારથી ઇંગ્લેન્ડના શરૂ થઇ રહેલા કેમ્પમાં તેની હાજરી પર પ્રશ્નાર્થ ઉભો થયો છે.